FREE YouTube Videos for Beginers and Kids: Easy Peasy Finance

          
  • Fun Videos Covering Basic Concepts of Personal Finance
  • Basic & Complex Topics Explained in Easy-to-Understand Language
  • Earning, Spending, Saving, Investing, Retirement Planning & more!

Click here to Subscribe:
It's TOTALLY FREE!જિંદગી એક સુખદ યાત્રા

સૌ માનવી પશુ વનસ્પતિ સૃષ્ટિ સારી   

સર્વાંગ સુંદર, અસુંદર દૃષ્ટિ મારી,

આ જિંદગી સુખદ સૌખ્ય જ સૌખ્ય! યાત્રા

કૈં અલ્પ વા અધિક વા અતિ અલ્પ માત્રા!

જેવા પ્રસન્ન અનુકૂલ મનઃ સ્થિતિમાં

રે’ વાય સૌમ્ય પ્રતિકૂલ પરિસ્થિતિમાં.

લૌ સાંત્વના સજલ-ઉજ્જવલ લોચનોમાં

મારા થકીય દુખિયાં વધુ કૈં જનોનાં!

ઔચિત્ય નિત્ય પરિવર્તનશીલતામાં

સંજોગ સંગ અનુકૂલન સાધવામાં.

દુઃખાનુરૂપ સુખ બે ઘડી માણવાને

સૌખ્યાનુરૂપ દુઃખદર્દ ભલે પધારે!

અન્યોન્યને કવન-જીવન લેઉ પોષે;

રહુ કયાં લગી સ્વજન સજ્જનને ભરોસે?

સંબંધનાં શિથિલ બંધન લુપ્ત અંતે

દીઠો અનંત રવિ અસ્ત થતા દિગંતે!

એકાંશ શાંતિ, અધિકાંશ અશાંતિ હૈયે

બે-ચાર રમ્ય પળ જીવન માણી લૈએ!

એકાંશ જો સહજ સર્જન શૂન્યમાંથી

શૂન્યાવકાશ પરમેશ્વર શ્વાસ લૈએ!

માતા અને સમય બે ગુરુશ્રેષ્ઠ શિક્ષા

દીક્ષાર્થ જીવન અને જગ પાઠશાળા.

આનંદયોગ વિકસે સ્થિતપ્રજ્ઞતામાં

જે સિદ્ધ કેવલ જ શ્રીશરણે પ્રભુના.

જા પંથ અંતર-અનંતર મધ્ય સેતુ

આકંઠ પ્રેમ કર માણસમાત્રને તું!

પ્રેમાળ દૃષ્ટિ, ધર પ્રેમલ હાસ્ય હોઠે,

પ્રેમાળ સ્પર્શ કર પ્રેમલ શબ્દ-શબ્દે:

પ્રેમાળ ‘હૃસ્વ’ અતિ પ્રેમલ ‘દીર્ઘ’ સંગે

પ્રેમાળ ‘ઘોષ’ અતિ પ્રેમ ‘અઘોષ’ સાથે.

ગા મુકતકંઠ પ્રતિશબ્દ પ્રશસ્તિ ગાશે

ને પ્રેમપંથ તવ ‘પ્રેમલ જયોતિ’ ભાસે!

ગાંધી-મહર્ષિ અરવિંદ-રવીન્દ્ર સાથે

સંતૃપ્ત સત્ય શિવસંનિધિ ને અગાધે

સૌંદર્યવાદન :  સુ-દર્શનસૂત્ર ગૂંથે. પ્રય

सत्यम्  शिवम्  પરમ  सुंदरम्  નું!

રે કેવું સખ્યઃ સુખને દુઃખ, અશ્રુ-પ્રીતિ,

કૈં જન્મ-મૃત્યુ, મન ને જાતિ, યુકિત-મુકિત,

પ્રારબ્ધ-કર્મ, વળી કર્મ-અકર્મ રીતિ;

કર્તવ્યમાં પણ હકાર-નકાર વૃત્તિ! 

એ મૃત્યુ આ જીવનને દુઃખ અંતરાય

सत्याय   હો પ્રિય शिवाय  ચ सुंदराय!

(ઓકટોબર 2010ના ‘નવનીત સમર્પણ’માંના કવિશ્રી ઉશનસના લેખ ‘જીવનમાંથી હું શું શીખ્યો?’ પરથી પ્રેરિત)